તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
વડોદરાના અજબડી મિલ કબાડી માર્કેટમાં 10 જેટલા વાહનો સળગ્યા : લામડાપુર રોડ પર કંપનીમાં આગ
શહેર અને જિલ્લામાં આગના બે મોટા બનાવોથી તંત્રમાં દોડધામ મચી ગઈ :ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનો અંદાજ

વડોદરા શહેર અને જિલ્લામાં આગના બે મોટા બનાવોથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. શહેરના અજબની મિલ પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે સાવલી તાલુકાના લામડાપુરા રોડ ઉપર આવેલ શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-2માં આવેલ ચાર્વિ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
વડોદરા શહેર જિલ્લામાં મોડી રાત્રે આગના બે બનાવો બન્યા હતા. જેમાં એક વાહનોના ગોડાઉનમાં અને બીજો કંપનીના ગોડાઉનમાં આવેલ કોરૂગેટેડ પેપરના રોલમાં ભીષણ આગ લાગી હતી. પ્રથમ બનાવવામાં વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અજબડી મિલ વિસ્તાર આવેલો છે અહીં મોટી સંખ્યામાં કબાડી માર્કેટ છે. જેમાં એક કબાડી માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા જ પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આશરે 10 જેટલી ગાડીઓ સળગીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બે ફાયર ગાડીઓની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે.
બીજા બનાવમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ ઉપર શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 2માં ચાર્વિ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. આ કંપની કોરૂગેડેટની વિવિધ બનાવટ બનાવે છે. આ કંપનીના ગોડાઉનમાં મુકેલા કોરુંગેટેડ પેપરના રોલમાં આગ લાગી હતી. જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આસપાસના લોકોના પણ જીવ પડીકે બંધાયા હતા. બનાવની જાણ કરતા જ વડોદરાથી બે અને એક મંજુસર જીઆઇડીસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણ ફાયર ફાઈટરની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બન્ને બનાવમાં આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સદનસીબે બંને બનાવમાં જાનહાની થતા ટળી હતી. જ્યારે ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
