<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

રૂપિયા ૧૦૦૦ (બાંગ્લાદેશી ચલણ) દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ચાલતી ઘૂસણખોરીનાં ષડયંત્રનો સુરત sog દ્વારા પર્દાફાશ

IB કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય એજન્સીઓ સાથેના વિશાળ કોન્ટેકટ આધારે સીપી અનુપમસિંહ ગેહલોતને મળેલ ઇનપુટથી સતર્ક બન્યા હતા : ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમે ઝડપેલ શખ્સની પૂછપરછમાં ધડાકા જેવી વિગતો ખૂલ્લી

રાજકોટ, તા.૧૬: ભારતમાં બાંગ્લાદેશથી બનાવટી આધાર પુરાવા આધારે દેશના વિવિધ ભાગો સહિત ગુજરાતમાં પણ ઘૂસણખોરી થય રહ્યાના સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતને કે જેવો એ ગુજરાતના ગુપ્તચર વડા તરીકે બજાવેલ ફરજ અંતર્ગત કેન્દ્રીય એજન્સીઓ સાથેના ગાઢ સંબંધો આધારે સુરતમાં પણ આવા લોકોની ઘૂસણખોરીની મળેલ માહિતી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તનાં તથા sog sp રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમને સુપ્રત કરેલ જવાબદારી પરિણામલક્ષી સાબિત થયેલ છે.

તે દરમ્યાન એસ.ઓ.જી.ના એચસી રામજીભાઈ મોહનભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળેલ એક બાંગ્લદેશી મુસ્લીમ યુવક પોતે ભારતીય નાગરીક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાનુ ખોટુ નામ ધારણ કરી પોતાનુ ખોટા નામના આધાર પુરાવા બનાવેલ છે. તે બાતમી આધારે એસ.ઓ.જી.ના અધિકારી/માણસોએ લાલગેટ પાલીયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટીમાંથી આરોપી- યુસુફ સરદાર ઉ.વ.૨૭ ધંધો. કડીયાકામ રહે. ઝુપડપટ્ટીમાં રીડા રેસીડેન્સીની સામે પાલીયા ગ્રાઉન્ડ ફુલવાડી ભરીમાતા રોડ લાલગેટ સુરત મૂળ ગામ- વિષ્ણુપુર-માધોફાસો થાના- કાલીયા જિ. નરાઈલ (બાંગ્લાદેશ)વાળાને ઝડપી પાડી તેની પાસેથી (૧) બાંગ્લાદેશનુ પાસપોર્ટની કલર ઝેરોક્ષ. તથા ખોટા નામનુ (૧) ભારતીય ચુટણીકાર્ડ (૨) ડ્રાઈવીંગ લાયસન્સ તથા આધાર કાર્ડ (૩) મોબાઇલ ફોન નંગ-૦૧ વિગેરે મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.

મજકુર આરોપીની પુછપરછ દરમ્યાન એવી હકીકત જાણવા મળેલ છે કે, પોતે બાંગ્લાદેશનો નાગરીક હોય અને આજથી દોઢેક વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે કુલ- ૧૦૦૦/- બાંગ્લાદેશી કરન્સી ટાકા આપી બાંગ્લાદેશના સાતખીરા બોર્ડર થી ભારતના પશ્ચિમ બંગાળ રાજયના BANGOAN ખાતેથી પ્રવેશ કરાવી હાવડા રેલ્વે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત ખાતે આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતી હતી. તેની પાસેથી મળી આવેલ ભારતીય ઓળખના પુરાવા બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલ હોવાની હકીકત જણાવેલ હતી.

(10:12 AM IST)