તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
સામોટ ગામના 10 વર્ષીય બાળક ને પતંગનો દોરો ખેંચતા કરંટ લાગતા ઇજા બાદ સારવાર હેઠળ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સામોટ ગામે રહેતા 10 વર્ષીય યુવરાજ વસાવા નામનો બાળક ઉતરાયણ પર્વે પતંગ ચગાવતો હોય સાથે પતંગ કપાઈને આવ્યો પણ આ પતંગ ચાલુ વીજ લાઇનમાં ફસાઈ જતા યુવરાજે પતંગની દોરી ખેંચતા ચાલુ કરંટનો જોરદાર ઝટકો લાગ્યો.. જેને કારણે કરંટ લાગતા યુવરાજ ફંગોળાઈ ગયો હતો જેનાથી હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.જેને તાત્કાલિક મોઝદા રિફર કરવામાં આવ્યો હતો. જ્યાંથી રાજપીપળા અને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો.જ્યાં હાલ સારવાર હેઠળ છે.
રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના RMO ડો. હરેશ કોઠારી એ જણાવ્યું હતું કે આ કેશ આવ્યો હતો જેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે.જ્યાં તે સ્વસ્થ છે સારવાર હેઠળ છે.પણ ફેક્ચર હોય અને બાળક હોવાથી તેને વડોદરા મોકલ્યો છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
