<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ 1465 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 31 યાર્ડના ભાવ

ગુજરાતની 31 માર્કેટ યાર્ડમાં કુલ 1,873.41 ટન મગફળીની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 31 માર્કેટ યાર્ડમાં કુલ 1,873.41 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ બગસરા માર્કેટ યાર્ડમા 1465 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1260 રૂ. અને નીચો ભાવ 940 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1380 રૂ., તલોદમાં 1340 રૂ., ભાવનગરમાં 1250 રૂ., ધાનેરામાં 1202 રૂ., અમરેલીમાં 1197 રૂ., મોડાસામાં 1191 રૂ., ગોંડલમાં 1141 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,873.41 ટન મગફળીની આવક થઇ છે.

(8:42 PM IST)