તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
વિરમગામમાં જીવદયા પ્રેમીઓએ ઉતરાયણ પર્વના 2 દિવસમા પતંગની દોરીથી ઘાયલ 20 થી વધુ પક્ષીઓને સારવાર આપી જીવ બચાવ્યા
કબુતર, સમડી, ચકલી, જળકુંકળી, ટીંટોળી પક્ષીઓની સારવાર કરવામાં આવી : પતંગની દોરીથી 2 કબુતરો અને ગંભીર ઇજાગ્રસ્ત બ્લેક આઇબીસ પક્ષીનુ મોત થયુ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઉત્તરાયણના તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઇ શકે છે. વિરમગામ શહેર સહિત પંથકમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી ઘાયલ થયેલા પક્ષીઓ ને સારવાર આપવા માટે છેલ્લા 15 વર્ષોથી વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતીનાથ જૈન મિત્રમંડળ અને સ્નેહ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવ્યું હતું
. વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી 14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ)ના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. વિરમગામમાં (1) શાંતિનાથ દેરાસર પાસે (2) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જેમા બે દિવસમાં કુલ 20 થીવધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી. જેમા 15 કબૂતર ,1 સમળી ,1 ચકલી,1 જળકુંકળી ,2- ટીંટોળી ઇજાગ્રસ્ત પક્ષીઓ ની સારવાર આપવામા આવી પતંગ ની દોરીથી વઘુ ગંભીર ઘાયલ આઇબીસ પક્ષી નુ સારવાર મળે તે પહેલા મોત થયુ હતુ અન્ય 2 ગંભીર ઈજાગ્રસ્ત કબુતર ના મોત નિપજ્યા હતા તેમજ ઉપયુક્ત પક્ષીઓની સારવાર આપી પક્ષીઓ ને વિરમગામ પાંજરાપોળ મૂકવામા આવ્યાં હતાં.
ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે પશુ દવાખાના વિરમગામના વેટરનરી ઓફિસર ડો. નેહા મોદી, પશુચિકિત્સક ડો.હર્ષદભાઈ પ્રજાપતિ, પ્રવિણભાઇ શાહ, હાર્દિક ગાંઘી ,વિપુલ ગાંધી, જે.ડી.રાજપૂત, પીયૂષ ગજ્જર, જનક સાધુ, લાલજી ચાવડા, સતિષ ઠાકોર, દશરથ ઠાકોર, સુધીરદાન ગઢવી ભાવેશભાઇ સહિતના પક્ષી પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
