તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
સ્પામાં કામ કરતી મહિલાએ લૂંટ બાદ ગળું દબાવી કરી હત્યા: વસ્ત્રાપુરમાં 75 વર્ષીય NRIના મોત અંગે ચોંકાવનારો ખુલાસો
પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કેનેડાથી પરત આવેલાં 75 વર્ષીય કનૈયાલાલ ભાવસારનો પોતાના જ ઘરમાંથી મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. શરૂઆતમાં કુદરતી મૃત્યુ જેવી દેખાતી આ હત્યાએ પોલીસને ચકરાવે ચઢાવી હતી. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અમદાવાદના વસ્ત્રાપુરના મોહિની ટાવરમાં 13 જાન્યુઆરીએ પોતાના જ ઘરમાંથી કનૈયાલાલ ભાવસારનો મૃતદેહ મળી આવ્યો હતો. કનૈયાલાલની પત્ની વર્ષા ભાવસાર જ્યારે ઘરે આવી ત્યારે તેઓને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહ પર કોઈ નિશાન ન દેખાતા તેને કુદરતી મૃત્યુ માની લેવામાં આવ્યું હતું. જોકે, કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ હોવાનું ધ્યાને આવતા પત્નીને શંકા થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમમાં મોકલી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.
આ મામલે વધુ તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ કે, જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે કનૈયાલાલ ભાવસાર ઘરે એકલા હતાં. બપોરે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે એક મહિલા સિક્યોરિટી ઓફિસમાં એન્ટ્રી કર્યા વિના જ પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ અજાણી મહિલાને શંકાસ્પદ ગણી તપાસ હાથ ધરી. વધુ તપાસ કરતાં જાણ થઈ કે, ઘરમાંથી અનેક કિંમતી ઘરેણા અને મોંઘી વસ્તુઓ ગુમ થઈ હતી. બાદમાં, પોલીસે શંકાસ્પદ મહિલા અને તેની સાથીની ધરપકડ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, કેનેડાના કાયમી નિવાસી કનૈયાલાલ ભાવસાર વારંવાર અમદાવાદ આવતા હતાં. જ્યાં તેઓ એક સ્પામાં જતાં. આ સ્પામાં તેમની મુલાકાત હીના નામની યુવતી સાથે થઈ હતી. લગભગ 18 મહિના મહિલા પહેલાં હીના કનૈયાલાલના સંપર્કમાં આવી હતી. બાદમાં જ્યારે પણ કનૈયાલાલ ભાવસાર અમદાવાદ આવતા ત્યારે હીના તેમને ઘરે મળવા જતી. જોકે, હીનાને જાણ થઈ કે, કનૈયાલાલ એનઆરઆઈ છે અને તેમની પાસે કિંમતી વસ્તુઓ છે તો તેણે લાલચમાં આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
