તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કુંભમેળામાં સેવાયજ્ઞઃ આવાસ, ભોજન, તબીબી વગેરે સુવિધા
સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોને લાભ લેવા ડો. તોગડિયાની અપીલ

રાજકોટ, તા. ૧ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા. ૧૩ જાન્યુઆરીથી ૪૦ દિવસ માટે ઐતિહાસિક કુંભમેળાનો પ્રારંભ થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા કુંભમેળા નિમિતે સંસ્થાના વડા ડો. પ્રવીણભાઇ તોગડિયાના માર્ગદર્શન હેઠળ રહેવા જમવા અને તબીબી સેવાનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
સંસ્થા દ્વારા સેકટર ૮ ના અનંતમાધવ રોડ પર તથા સેકટર ૧પમાં માધવ રોડ પર સેવા કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. બન્ને જગ્યાઓ થઇને ૮ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા થઇ શકે છે. તંબુમાં જગ્યાના અભાવે સુવિધા ન મળી શકે તેવા ભાવિકો માટે હોલમાં વ્યવસ્થા કરવામાં આવે છે. મેળાના સ્થળે અંદરના ભાગે ભંડારા લગાવવામાં આવ્યા છે. જેમાં લાખો લોકો માટે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નજીકમાં જ લોકોને બ્લડસુગર અને બ્લડ પ્રેસર માપવાની વ્યવસ્થા તથા પીવા માટેના ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર રૂા. ૧પ૦ ડીપોઝીટ લઇને ધાબળા આપવામાં આવે છે. ભાવિકો માટે ૧ લાખ ધાબળા ઉપલબ્ધ છે. કોઇપણ ભાવિકો લાભ લઇ શકે છે.
ડો. તોગડિયા પ્રયાગરાજમાં જ મુકામ કરી રહ્યા છે. તેમણે સૌરાષ્ટ્ર ગુજરાતથી કુંભેમળામાં જતા ભાવિકોને એ.એચ.પી.ના સેવાયજ્ઞનો લાભ લેવા માટે અપીલ કરી છે. વધુ માહિતી માટે મો. ૯૮ર૬૬ ૦૩પર૪ અથવા ૮૧૯૩૯ ૯૦૦૦૯ ઉપર સંપર્ક સાધી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કુંભ મેળાનો પોરાણિક મહિમા છે. કુંભ મેળો યોજવાનો આશ્ય પૌરાણિક કથા અનુસાર એકવાર દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યુ જેમાંથી અલગ-અલગ પ્રકારના ચૌદ રત્નો મળી આવ્યા હતા. તેમાં સૌથી છેલ્લે અમૃતકુંભ મળી આવ્યો જેમાં અમૃત ભર્યુ હતું અને તે જે પીવે તેને અમરત્ન મળી જાય તેથી દેવતાઓ ઇચ્છતા ન હતા કે તે અમૃતનું પાન દાનવો કરે અને જો આવુ બને તો દાનવો આ સુષ્ટિ ઉપર બધાને માટે જીવવાનું મુશ્કેલ કરી નાખે તે મસયે બન્યુ એવું કે ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતકુંભ લઇને ભાગવા લાગ્યો આથી દેવતાઓ અને દાનવો તેની પાછળ છોડવા લાગ્યા. અમૃતકુંભ લેવાની ખેંચાખેંચમાં કુંભમાંથી અમૃતના બિંદુઓ જે સ્થાન પર પડયા હતા તે ચાર નગરીઓના સ્થાને કુંભ મેળાઓ દર બાર વર્ષે યોજાય છે. જેથી સાધુ સમાજ તેમજ લોકોમાં આ સ્થાને સ્નાનનું ખાસ મહત્વ છે. તે પરંપરા અનુસાર આ વખતે પ્રયાગરાજમાં મેળો યોજાયેલ છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
