તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
ગાંધીનગરમાં રાતૈયા પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ ઇકોફેરમાં ઝળકયો

રાજકોટઃ ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય કક્ષાનું ઇકોફેર ગાંધીનગર ખાતે તારીખ ૧૦ થી ૧૨ ઇન્દ્રોડા પાર્કમાં યોજાયો હતો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૧૫૦ પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા તેમાંથી કુલ ૩૮ જેટલા પ્રોજેક્ટ પસંદ કરાયા હતા રાજકોટ જિલ્લામાંથી લોધિકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ ‘‘રોબોટિક સિસ્ટમ ઇન ઝૂ'' પસંદ કરવામાં આવ્યો હતો. જે ધોરણ આઠના બાળ સંશોધકો જાડેજા સિંહરાજસિંહ, ભૂરીયા વિકાસ, સિપરીયા પ્રિયંક ,અમલીયાર ઈશાક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ માટે શાળાના વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણા દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ ,પ્રોજેક્ટના કાર્યરત મોડેલ અને તેના ઉપયોગના હેતુને નિયામકશ્રી રૂપક સોલંકી દ્વારા વખાણી વિશ્વમાં ઉપયોગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી . આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કે. એસ. રંધાવા, ગીર ફાઉન્ડેશન નિયામક આર. કે.સોણવણ, જી. રમણમૂર્તિ, નિયામક રૂપક સોલંકી, રિતેશ ગહેલોત , જીસીઈઆરટી સચિવ એસ. જે. ડુમરાળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કળતિની પસંદગી રાજ્ય કક્ષાએ થતાં શાળા , રાતૈયા ગામ અને રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
