News of Wednesday, 15th January 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉતરાયણની ઉમંગ ઉજવણીમાં સહભાગી થયા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

અમદાવાદ, તા.૧પઃ કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મકરસંક્રાંતિ પર્વની આ ઉજવણીમાં કેન્દ્રીય ગળહ મંત્રી સાથે સહભાગી થયા હતા.
મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ - રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. સોસાયટીની મહિલાઓ અને બાળાઓએ કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આ પ્રસંગે ઢોલ નગારા અને સાંસ્કળતિક નળત્યો દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ સાથે જ કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીએ સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ગુજરાત ?દેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપીનભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, શાંતિનિકેતન સોસાયટીના ચેરમેન કિરીટભાઈ પટેલ, થલતેજ વોર્ડના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક કાઉન્સિલરો તથા AMCના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
