<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

અમદાવાદમાં ફ્લાવર શોમાં ઉત્તરાયણના પર્વ સુધીના 12 દિવસમાં 8,10,982 લોકો મુલાકાત લીધી , જેના થકી કોર્પોરેશનને કુલ 5,93,67,480ની આવક : ઉત્તરાયણના દિવસે 1,32,456 લોકો ફ્લાવર શૉ નિહાળવા આવ્યા

3 જાન્યુઆરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈન્ટરનેશનલ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો 22 જાન્યુઆરી સુધી આયોજિત ફ્લાવર શૉ લોકોનો બહોળો પ્રતિસાદ મળતા બે દિવસ એટલે કે 24 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો

અમદાવાદ તા.૧૫ : અમદાવાદ સ્થિત સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આયોજિત ફ્લાવર શોની દરરોજ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જાહેર રજા હોવાથી 1.32 લાખ મુલાકાતીઓએ ફ્લાવર શો નિહાળ્યો હતો.

સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલુ છે ત્યારે ઉત્તરાયણના દિવસે રેકોર્ડબ્રેક લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. ફ્લાવર શોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ત્યારે ફક્ત અમદાવાદના લોકો જ નહીં પરંતુ બીજા શહેરોમાંથી પણ લોકો ફ્લાવર શોની મુલાકાત લેવા માટે આવે છે ત્યારે ઉત્તરાયણની રજાના દિવસે 1.32 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. જેના કારણે કોર્પોરેશને 86 લાખની આવક થઇ છે. 

ગત 3 જાન્યુઆરીથી ખુલ્લો મૂકવામાં આવેલા ફ્લાવર શોમાં ગઈકાલે ઉત્તરાયણના પર્વ સુધીના 12 દિવસમાં 8,10,982 લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. જેના થકી કોર્પોરેશનને કુલ 5,93,67,480ની આવક થઈ છે. એમાં પણ ઉત્તરાયણના દિવસે 1,32,456 લોકો ફ્લાવર શૉ નિહાળવા આવ્યા હતા. વર્ષ 2013થી યોજવામાં આવતા ફ્લાવર શૉમાં પ્રથમ વખત આટલા મુલાકાતીઓ નોંધાયા છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2013થી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે 3 જાન્યુઆરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈન્ટરનેશનલ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 22 જાન્યુઆરી સુધી આયોજિત ફ્લાવર શૉ લોકોનો બહોળો પ્રતિસાદ મળતા તેને બે દિવસ એટલે કે 24 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

(4:16 PM IST)