તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
કરજણના કુરઇ ગામ નજીક બે બાઇક સામસામે અથડાયા :એકનું ઘટના સ્થળે મોત : એક ઘાયલ
કોરાઈ ગામની સીમ ગ્રીન સિટી સોસાયટીથી કુરઈ ગામના બસ સ્ટેન્ડ તરફ તેમની અને સંજયભાઈની મોટરસાયકલ સામસામે ભટકાઈ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ કોરાઈ ગામની સીમ ગ્રીન સીટી સોસાયટી થી કુરઈ ગામના બસ સ્ટેન્ડ તરફ જવાના માર્ગે બે મોટરસાયકલ સામસામે અથડાતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે એક ઈસમને બીજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઉતરાયણની લોકો રંગેચંગે ઉજવણી કરવામાં મદમસ્ત બન્યા હતા. તો બીજી તરફ શહેર જિલ્લામાં અકસ્માતોના કેસો પણ બન્યા હતા ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં બે મોટરસાયકલ સામસામે અથડાતા એકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું બનાવ બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના કુરઈ ગામની સીમમાં આવેલ ગ્રીન સીટી સોસાયટીમાં રહેતા ઉ.વ.50 સંજયભાઈ રાયભોલે પોતાની મોટરસાયકલ લઈને નજીકમાં આવેલી દૂધ ડેરી ઉપર સાંજના સુમારે દૂધ લેવા માટે ગયા હતા.
આ દરમિયાન કરજણ જિલ્લાના મિયાગામ ખાતે રહેતા મેહુલભાઈ પ્રજાપતિ પોતાની મોટરસાયકલ લઈને કામ અર્થે કરજણથી ઓમ જ તા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોરાઈ ગામની સીમ ગ્રીન સિટી સોસાયટી થી કુરઈ ગામના બસ સ્ટેન્ડ તરફ તેમની અને સંજયભાઈની મોટરસાયકલ સામસામે ભટકાઈ હતી. જેમાં સંજયભાઈ તેમજ મેહુલભાઈ બંને નીચે પટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સોસાયટીના લોકો એકત્ર થઈ જતા 108 એમ્બ્યુલન્સ મારફતે મેહુલભાઈને કરજણના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જ્યારે સંજયભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવને લઈને કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
