તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 15th January 2025
દિલ્હી પોલીસથી બચવા (ગુજરાત) સુરત આવેલ નાર્કોટિક્સનો વોન્ટેડ આરોપી sog એ વિશેષ ઓપરેશનમાં ઝડપી લીધો
હિમાચલ પ્રદેશથી ચરસ મંગાવી દેશભરમાં પ્રસરાવવાનાં ગુન્હામાં તેની પત્ની પકડાઈ જતા ગૂજરાતમાં છપાવવાનાં ઇરાદે ઘૂસ્યો હતો અન્ય રાજ્યોના વોન્ટેડ પણ સૂરતને બદસૂરત ન બનાવે તેવી સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા ઘડાયેલ રણનીતિ વધુ એક વખત રંગ લાવી ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમનાં હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ અને પોલિસમેન સિકંદરભાઈ વિગેરેની કાબીલેદાદ કામગીરી

રાજકોટ, તા.૧પઃ સુરત મુંબઇથી ખૂબ નજીક હોવાથી ડ્રગ્સ સહિતના દુષણો ઝડપથી પ્રસરવા સાથે બોલિવૂડની રેવ પાર્ટી કલ્ચર સુરત સુધી આવે તે પહેલાં અને યુવાધનને નશાની ગર્તામાં ધકેલાઈ જતા રોકવા માટે ટોપ ર્પ્યોરિટી પર પોલિસને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મુકવામાં આવી છે, સાથે સાથે અન્ય રાજ્યોના ડ્રગ માફિયા, પેડલરો સુરતમાં ઘુશે નહિ તે માટે બાતમીદારોનું નેટવર્ક ફૂલપ્રૂફ રીતે એક્ટિવ કરવાની રણનીતિ રંગ લાવી છે. દિલ્હી ક્રાઇમ બ્રાંચ જેને શોધવા સતત સક્રિય છે તેવા ડ્રગ્સ મામલામાં વોન્ટેડ ઇમદાદ અન્સારીને ઝડપી લેવામાં સફળતા મળી છે.
જે સુચના અન્વયે સુરત શહેર એસ.ઓ.જી.ના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એચસી દામજીભાઈ ધનજીભાઈ તથા પીસી સિકંદર બિસ્મિલ્લાનાઓને મળેલ બાતમી આધારે સલાબતપુરા એપલ હોસ્પીટલની સામેથી આરોપી અંસારી ઇમદાદ અલી અબ્દુલ રફીક ઉ.વ.૪૮ રહે. મકાન નં. ૭/૧૭૮૪એ પ્લોટ નંબર ૧૬/૧૭ રાહતનગર હમ્દપાર્કની એપાર્ટમેન્ટની બાજુમાં સૈયદપુરા સુરતવાળાને દબોચી લીધેલ છે.
મજકુર આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, તે તેની પત્નિ આસમાબાનુ સાથે મળીને ચરસ વેચવાનો ધંધો કરતા હોય અને ત્રણેક મહિના અગાઉ તેની પત્નિ આસમાબાનુ એ હિમાચલ પ્રદેશ કસોલ ખાતેથી ચરસનો જથ્થો મંગાવતા તે ચરસનો જથ્થો તેમનો કેરીયર ફુજેલ ખાલીદ અંસારી રહે. પુણે મહારાષ્ટ્રવાળો આપવા આવતો હતો ત્યારે દિલ્હી ક્રાઇમ બ્રાંચની સ્પેશ્યલ ટીમ દ્વારા તે કેરીયરને નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી ૮૩૫ ગ્રામ હાઈપ્યોરીટી ચરસના જથ્થા સાથે ઝડપી પાડેલ. બાદ દિલ્હી કાઇમબ્રાંચે તે કેસમાં તેની પત્નિ આસમાબાનુને સુરતથી ઝડપી પાડેલ અને તે આ ગુનામાં પોલીસ પકડથી બચવા નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ.
જેથી મજકુર આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે દિલ્હી પોલીસને સોપવા તજવીજ હાથધરેલ છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
