તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
વડોદરાના અસોજામાં પત્નીને વાંસના દંડાના માથાના ભાગે ફટકા મારી મોતને ઘાટ ઉતારી
મંજુસર પોલીસે હત્યારા પતિ વિક્રમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

વડોદરા શહેરના છાણી ગંગાબાઈ હાઇસ્કુલ જલારામ નગર ખાતે રહેતા મનુ સોમાભાઈ પટેલ આસોજ ગામની સીમમાં પોતાની માલિકીની જમીન ધરાવે છે અને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ જમીનમાં ખેતી કામ માટે તેમણે રમેશ નાયક અને પત્ની રમીલા નાયકને ખેત મજૂર તરીકે રાખ્યા હતા. તેઓ છેલ્લા છ વર્ષથી આ ખેતરમાં ખેત મજૂરી કામ કરે છે.
જમીન માલિક મનુ પટેલે મંજુસર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 3 જાન્યુઆરીના રોજ મારા ખેતરમાં પંચમહાલના જાંબુડી ગામના વિક્રમ તેમજ તેમની સાથે ખેત મજૂરી માટે આવ્યા હતા અને તેઓ બંને મારા ખેતરમાં આવેલ બીજી ઓરડીમાં રહેતા હતા અને ખેતી કામ કરતા હતા. ઉતરાયણનો તહેવાર હોવાથી હું ખેતરમાં ગયેલ ન હતો આ દરમિયાન મારા ખેતરની બાજુના ભાગેથી ખેતી કામ કરતા પૂર્વેશ પટેલે આશરે દસેક વાગ્યાની આસપાસ મોબાઇલ ફોન પરથી મને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ખેતરમાં મજૂરી કરતા રમેશ નાયક તમારા મોબાઇલ ફોન પર ફોન કરે છે.
પરંતુ તમે ફોન ઉપાડતા નથી અને રમેશે મને કહેલ કે વિક્રમનો તેમની પત્ની સાથે ઝઘડો થતાં તેઓ સવારના 07:00 વાગ્યે ખેતરથી જતા રહ્યા છે તેવી મને વાત કરી હતી. ત્યારબાદ સાંજના આશરે પોણા પાંચેક વાગ્યાની આસપાસ મારા ખેતરમાં મજૂરી કામ કરતા રમેશ નાયક કર મને ફોન કરીને જણાવ્યું કે. વિક્રમ સવારના સાત વાગ્યાથી ખેતરથી જતા રહેલ છે. અને તેઓ હજી સુધી ઘરે પરત આવ્યા નથી અને તેઓની ઓરડીનો દરવાજો બંધ છે, તો તમો ખેતર ઉપર આવી જાઓ તેવી વાત કરતા હું તથા મારો દીકરો હિતેશ અમારા ખેતર ઉપર આવવા માટે નીકળ્યા હતા અને સાડા પાંચ વાગે ખેતરમાં આવી ગયા હતા અને આ વિક્રમ તેની પત્ની સાથે જે ઓરડીમાં રહેતા હતા.
તે ઓરડીમાં ગયેલ તે વખતે તેઓની ઓરડીનો દરવાજો બંધ હતો. તે દરવાજાને લોક મારેલ ન હોય મેં દરવાજો ખોલીને ઓરડીમાં જઈ જોતા વિક્રમની પત્ની કે જેનું નામ મને ખબર નથી, તેઓ જમીન ઉપર મરણ ગયેલ હાલતમાં પડ્યા હતા અને તેમના માથાના ભાગેથી લોહી નીકળતું હતું અને તેમને પહેરેલા કપડા વેરવિખેર જણાવ્યા હતા અને તેમનો ડાબો હાથ બાવડાના ભાગેથી ભાંગી ગયેલ હતો અને તેમની નજીકમાં વાંસના લાકડાના ડંડાની ફાચર પડેલ હતી અને ઓરડી ની બહાર ઓટલા ઉપર પણ વાંસનો ડંડો પડ્યો હતો.
જેના ઉપર લોહીના ડાઘા પડ્યા હતા તેમ જ ઓરડીની બહાર પ્લાસ્ટર ઉપર છુટા છવાયા લોહીના ડાઘા પડ્યા હતા. જેથી આ વિક્રમ જેના પિતાના નામની મને ખબર નથી જેઓ જાંબુડી ગામ, તાલુકો હાલોલ, જીલ્લો, પંચમહાલના ઉતરાયણના દિવસે સાત વાગ્યા પહેલા તેની પત્ની સાથે કોઈ કારણોસર ઝઘડો થતા તેણે માસના લાકડાના દંડા વડે તેની પત્નીને માથાના ભાગે ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તેણીનું સ્થળ પર જ મોત નિપજાવી નાસી ગયો છે. આ ફરિયાદના આધારે મંજુસર પોલીસે હત્યારા પતિ વિક્રમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે, પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
