<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

પોષી પૂનમને લઈને યાત્રાધામ અંબાજીમાં માઈભક્તોની ભારે ભીડ : વહેલી સવારથી જ અંબાજી મંદિર મા અંબાના નાદથી ગુંજી ઉઠ્યું.

મા અંબાના પ્રાગટ્ય દિવસને લઈ મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

પોષી પૂનમને લઈને યાત્રાધામ અંબાજીમાં માઈભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોષસુદ પૂર્ણિમા મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ દિવસ તરીકે ઉજવાય છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને લઈ મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે પૂનમને લઈ સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી છે. વહેલી સવારથી જ અંબાજી મંદિર મા અંબાના નાદથી ગુંજી ઉઠ્યું.

(12:38 AM IST)