<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

આમલેથા કેનાલમાં સ્નાન કરવા પડેલો 14 વર્ષીય બાળક પાણીમા લાપતા થતા SDRF દ્વારા શોધખોળ શરૂ

લાપતા બાળક અને તેના ત્રણ મિત્રોને તરતા નહી આવડતું હોવાથી દોરડું બાંધી સ્નાન કરતા હતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામની કેનાલમાં નાહવા પડેલા મિત્રો પૈકી એક બાળક પાણીના વહેણમાં ખેંચાઈ જતા પોલીસમાં જાણ બાદ SDRF ની ટીમે આખો દિવસ શોધખોળ કરી પરંતુ હજુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી

મળતી વિગતો અનુસાર તારીખ 11/ 1/ 25 ના રોજ બપોરના એક વાગે આમલેથા ગામે કેનાલમાં દીપેન્દ્ર સાહેબરાય દોહરે ઉ.વ.14 નામનો બાળક તેના અન્ય ત્રણમિત્રો સાથે આમલેથા ગામની કેનાલમાં નાહવા પડ્યા હતા જોકે આ મિત્રોને તરતા નહી આવડતું હોવાથી તેઓ દોરડું બાંધી નાહતા હતા એ દરમિયાન દોરડું તૂટી જતા અન્ય મિત્રો પાણીની બહાર નીકળી જવાના સફળ રહ્યા હતા પરંતુ દિપેન્દ્ર પાણીના વહેણમાં તણાઈ જતા તેની ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંયે પતો નહી મળતા આમલેથા પોલીસમાં જાણ કરી હતી અને આજે સવાર થી SDRF ની ટીમ આમલેથા કેનાલથી ખોજલવાસા ગામ સુધી અને સાંજે તેની આગળ પણ આ બાળક ની શોધખોળ કરી પરંતુ દીપેદ્ર ક્યાંયે નહી મળ્યો હતો માટે પરિવારજનો પણ ચિંતિત હતા. જોકે આ લખાઈ છે ત્યારે સાંજે 4.30 વાગે પણ SDRF ટીમ શોધખોળ માં લાગી છે.


 

(12:11 AM IST)