<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

રાજપીપળામાં ઉત્તરાયણના આગલે દિવસે પતંગ, દોરાની ઘરાકી જોવા મળતા વેપારીઓ ખુશ

ઘણા દિવસોથી વેપારીઓ માલ ભરી ગ્રાહકોની રાહ જોતા હતા પરંતુ ઘરાકી નિરાશાજનક હતી: કોઈ ધાબા પર સ્પીકર સંભળાતા નથી ત્યારે ગત વર્ષો કરતા આ વર્ષે ઉત્તરાયણ ફિકી જણાઈ છે એ વાત ચોક્કસ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: 14 જાન્યુઆરીએ ભારત દેશમાં ઉત્તરાયણ નો પર્વ મ્યુઝિકના તાલે વાજતે ગાજતે ઉજવવામાં આવે છે અને અઠવાડિયા પહેલાથી પતંગ રસિયાઓ મ્યુઝિક સિસ્ટમ સાથે ધાબા પર ચઢી કાઇપો છે ની બૂમો સાથે મઝા માણે છે પરંતુ આ વર્ષે હજુ સુધી જોઈ ખાસ મઝા જોવા મળી નથી અને ક્યાંયે મ્યુઝિક ના સ્પીકરો ગુંજતા સંભળાતા નથી સાથે સાથે પતંગ અને દોરા ની ખરીદી પણ નીરસ જણાઈ હતી ત્યારે ઉત્તરાયણ ના આગલે દિવસે એટલે કે 13 તારીખ થી રાજપીપળાના પતંગ બજારોમાં પતંગ રસિયાઓ પતંગ દોરાની ખરીદી કરતા નજરે પડ્યા હતા જેથી દુકાનો પર ગ્રાહકોની રાહ જોઈ બેઠેલા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. જોકે 13 તારીખે પણ બપોર સુધી કોઈ ધાબા ઉપર સ્પીકર વાગતા સંભળાયા નથી ત્યારે એમ જરૂર લાગે કે હવે પતંગ પ્રેમીઓનો પ્રેમ આ તહેવારમાં ઓછો થઈ રહ્યો છે.

(12:08 AM IST)