તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
હીરામણિ વૃધ્ધાશ્રમમાં ડાયરાની મોજ માણતા વડીલો

રાજકોટઃ અમદાવાદના હીરામણિ સાધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી અને ચિરાગ ખાદી ગ્રામઉદ્યોગ વિકાસ સંઘના સહયોગથી અમે રંગીલા ગુજરાતીના થીમ ઉપર ડાયરો, ગુજરાતી લોકગીતો, ભજન અને હાસ્યનો કાર્યક્રમ વૃદ્ધાશ્રમના વડીલો માટે યોજવામાં આવ્યો. આ પ્રસંગે રાજયસભાના સાંસદ અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સી.ઇ.ઓ. ભગવત અમીન, નવરંગપુરા વોર્ડના મ્યુ. કાઉન્સિલર શ્રી હેમંત પરમાર ભા.જ.પ.ના પ્રવકતા શ્રી નલેશ સોલંકી, લાયન્સ કલબના પી.આર.ઓ. શ્રી ગિરીશ પટેલ અને રમેશભાઇ નાગર (સી.એ.) વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
