તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
હેલ્મેટ પહેરી નીકળેલા બાઇક ચાલકો ચાઇનીઝ દોરીની ઇજા-મૃત્યુથી બચી શકશે
મકરસંક્રાતિ પર્વ પર અણગમા સાથે પણ જો

રાજકોટઃ રાજ્ય સરકારે ટુ વ્હીલર વાહન ચાલકો માટે ફરજીયાત હેલ્મેટનો કાયદો બનાવ્યો અને સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ વચ્ચે અંતે સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો મરજીવાત બનાવીને હેલ્મેટમાંથી વાહન ચાલકોને મુક્તિ મળતા વાહન ચાલકો રાજીના રેડ થઈ ગયા હતા. ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાથી ઘણી મુશ્કેલીઓ પડે છે. તે સમજી શકાય તેવી વાત પણ હતી અને સરકારે પણ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તી આપેલ હોય હેલ્મેટ માટે બહુ કડક વલણ પોલીસ દ્વારા અપનાવાતુ નથી.
માત્ર મકરસંક્રાંતિના પરબે જો કોઈ વાહન ચાલકને બહાર જવાનુ થાય તો અણગમા સાથે પણ ફક્ત એક જ દિવસ હેલ્મેટ પહેરશે તો બની શકે કે તેઓ ચાઈનીઝ દોરીના આકસ્મીક ઈજા કે મળત્યુની થાતથી બચી શકે અને એક દિવસ માટે પહેરેલી હેલ્મેટ તે વાહનચાલક માટે આશીર્વાદ રૂપ બની શકે.
મકરસંક્રાંત નિમિત્તે અસંખ્ય વાહનચાલકો પતંગ દોરા-ચીકી-ઉધીયુ-ફરસાણ મીઠાઈની ખરીદી કરવા અથવા મુંગા પશુઓને લીલુ નાખવા અથવા ફાળો નોંધાવવા ટુ વ્હીલર પર નિકળે અને સંજોગો વસાત વાહન ચાલકોના માથા પરથી પતંગનો દોરી પસાર થાય પરંતુ જો વાહન ચાલકે હેલ્મેટ પહેર્યા હોય તો બની શકે કે હેલ્મેટની સપાટી લીસી હોવાથી દોરી લસરી જાય અને વાહન ચાલક આકસ્મીક ઈજાથી બચી શકે આમ દરેક વાહન ચાલકને મકરસંકાતના દિવસે પહેરેલી હેલ્મેટ આશિર્વાદરૂપ સાબીત થશે તેમાં બે મત નથી. હવે તમારે તમારા જીવનના રક્ષક બનવુ પડશે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
