તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
વન નેશન, વન ઇલેક્શનના મંત્ર સાથે નરેન્દ્ર મોદીની વિશાળ પતંગ ચગી
પ્રીતેશ સોલંકીએ કહ્યું વન નેશન, વન ઇલેક્શન” હોવું જોઈએ. એટલે ૬ ફૂટ ઊંચી અને ૪ ફૂટ પહોળી આ પતંગ બનાવી અમે એક મેસેજ આપવા માંગી છીએ

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, અમદાવાદમાં વડોદરાના પ્રીતેશ સોલંકી સહિત ૭ મીત્રો અમદાવાદ શહેરના આકાશમાં વન નેશન, વન ઇલેક્શન લખેલા સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ પતંગ ચગાવવા સાથે લઈ ગયા હતા. તેઓએ આ પતંગ સાથે રાખીને પરેડ કરતાં એ પતંગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રીતેશ સોલંકીએ કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી કહે છે “વન નેશન, વન ઇલેક્શન” હોવું જોઈએ. એટલે ૬ ફૂટ ઊંચી અને ૪ ફૂટ પહોળી આ પતંગ બનાવી અમે એક મેસેજ આપવા માંગીએ છે કે, જો દેશમાં લોકસભા, વિધાનસભા સહિતની ચૂંટણીઓ એક જ વખતે, એકસાથે થાય તો ખર્ચ બચી જાય અને મતદારોનો ટાઈમ પણ બચે. તે ઉપરાંત જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે આચાર સંહિતાના કારણે વિકાસના કામો પર બ્રેક લાગે છે, એ લાગે નહીં, અને સમયસર વિકાસના કામો થઈ શકે. વિશેષ વાત એ છે કે, જો પાંચ વર્ષે એકવાર એક સાથે ચૂંટણી આવે તો મતદારોનો ઉત્સાહ વધે અને મતદાન પણ કદાચ વધુ થાય.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
