તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
બોગસ ખેડૂત કેસમાં ડભોઇ પોલીસની મોટી કાર્યવાહી કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાનીની અટકાયત
ડભોઇના ભોજવાણી બંધુઓ વિરુદ્ધ ખોટુ પેઢીનામુ કરવા બદલ મામલતદાર દ્વારા ફરિયાદ બાદ કાર્યવાહી

વડોદરા જિલ્લાના ડભોઈના નાયબ કલેકટર જમીન સુધારણા શાખા કલેકટર કચેરી વડોદરાના પત્ર આધારે મામલતદાર (કૃષિ પંચ) ડભોઇ દ્વારા તૈયાર કરેલ રીપોર્ટ અનુસાર જીલ્લા કલેક્ટર કચેરીએથી ફોજદારી કાર્યવાહીનો હુકમ કરતા ખોટુ પેઢીનામુ કરી ખેડૂત બનેલા ભોજવાણી બંધુઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે બાદમાં કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણીની અટકાયત કરાઈ છે
કરણેટ ગામે ઔરસંગ નદીના પટમા રેતી ખનન મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને-સામને આવ્યા હતુ. જેમા લૂંટ, ધાકધમકી અને એટ્રોસિટીની સામસામે ક્રોસ ફરિયાદો થઈ હતી. જે આરોપીઓ હજુ સુધી પોલીસમાં હાજર થયા નથી ત્યા તો કોંગ્રેસના જીલ્લા ઉપપ્રમુખ અને પાલિકાના સિનિયર નગર સેવક સુભાષભાઇ દૌલતરામ ભોજવાણી અને તેઓના ભાઇ ભરતભાઇ દૌલતરામ ભોજવાણી (બન્ને રહે.વડોદરી ભાગોળ, પાસે, ડભોઇની) સામે પોતે જન્મજાત ખેડૂત છે તેમ બતાવવા માટે કાવતરુ રચી ગત તા. 20/07/2007ના રોજ કસ્બા તલાટી ડભોઇ રુબરુ સુમનદાસ અમુલદાસ ભોજવાણીનુ તૈયાર કરેલ ખોટુ પેઢીનામુ રજૂ કરી જેમા કમળાબેન સુમનદાસના પૌત્ર હોવાનું કસ્બા તલાટી ડભોઇ સમક્ષ ખોટી વિગતો દર્શાવતુ પેઢીનામુ સરકારી રેકર્ડ રજુ કરી સરકારી કામે ખોટી વિગતો રજૂ કરી લાભ મેળવવાનો પ્રયત્ન કરેલ હોવાની ફરિયાદ થવા પામી છે.
ડભોઇ નગર પાલિકાના સિનિયર કોર્પોરેટર અને કોંગ્રેસના નેતા સુભાષભાઇ ભોજવાણી સામે પોલીસ ફરિયાદ થઈ હોવાની વાત વહેતી થતા તેમજ ભોજવાણી બંધુઓ પોલીસ સ્ટેશનમાં પોતાના પુરાવાઓ અને જવાબ રજુ કરવા હાજર થયેલા હોવાથી કોંગ્રેસના હોદ્દેદારો અને સાથે મિત્રો પણ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. જેથી, ડભોઇમાં રાજકારણમાં ભારે ગરમાવો આવી જવા પામ્યો છે. ડભોઇના ભોજવાણી બંધુઓ વિરુદ્ધ જન્મજાત ખેડુત ન હોવાથી ખેતીની જમીન વેચાણ લેતા તેઓ સામે સિતપુર ગામના ઇસ્માઇલભાઇ છીતુભાઇ મલેકે વાંધા અરજી કરી નોધ રદ્દ કરવાની માંગ કરતી અરજી આપી હતી. જે બાબત સ્થાનિક કચેરીએથી કલેકટર અને હાઇકોર્ટ સુધી પહોંચી હતી. જેમા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. 03/08/2015ના રોજથી ઓરલ ઓર્ડરથી મનાઇ હુકમ આપવામા આવ્યો છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
