તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
દ્વારકામાં દબાણ હટાવ કામગીરી સબબ ગૃહ રાજ્યમંત્રીને ધમકી? અજાણી પોસ્ટ વાયરલ
આ કામગીરી યાદ રાખવામાં આવશે તેવું લખી ગૃહ રાજ્યમંત્રી સહિતનાઓને ટેગ કરાયા સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તપાસ શરૂ

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી દ્વારકા પંથકમાં ચાલી રહેલી દબાણ હટાવ કામગીરી સબબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા X ઉપર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં અજાણ્યા શખસ દ્વારા આ કામગીરી યાદ રાખવામાં આવશે તેવું લખી ગૃહ રાજ્યમંત્રી સહિતનાઓને ટેગ કરવામાં આવ્યા છે. હાલ આ અંગે સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
