<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

રાજપીપળા સ્ટેટના મહારાજા રઘુવીરસિહજીની રૂપિયા ત્રણ લાખ કિંમતની પીસ્તોલ ચોરી થતા ફરિયાદ

રાજવંત પેલેસના સ્ટોરરૂમમાં મુકેલ પિતાની પીસ્તોલની ચોરી થતા પ્રિન્સ માનવેન્દ્રસિંહએ પિતાના સેવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલ રાજવંત પેલેસમાં રહેતા મહારાજા રઘુવીરસિહજીની મોંઘી પિસ્તોલની ચોરી થવા બાબતે પ્રિન્સ માનવેન્દ્રસિહે ફરિયાદ આપી છે

     મળતી માહિતી અનુસાર માનવેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલ (રહે,રાજવંત પેલેસ, રાજપીપળા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ અમો રાજવી પરિવારના કુંટુંબીજનો હોય અમારા બાપ દાદા વખતથી પરવાનાથી હથિયાર ધરાવીએ છીએ જેમાં મારા પિતાજી રઘુવિરસિંહ ના નામે બે હથીયાર હોય જે પૈકી પ્રથમ ઓસ્ટ્રીયા દેશમાં બનાવેલ પેટન્ટ સિંગલ બેરલ રાઇફલ અને બીજુ સિંગલ બેરલ પિસ્તોલ હોય મારો તથા મારા પિતાજીનો હથિયાર પરવાનો તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ પુર્ણ થતા અમોએ રીન્યુ માટે કલેક્ટર નર્મદા નાઓની કચેરી ખાતે અરજી આપેલ જેમાં મારો હથિયાર પરવાનો રીન્યુ થઇ ગયેલ અને કલેક્ટર કચેરી ખાતેથી મને જણાવવામાં આવેલ કે, આપના પિતાજીની ઉંમર વધારે થઇ ગયેલ હોય હથિયાર પરવાનો રીન્યુ થઈ શકશે નહી તેના માટે તમારે એક અરજી આપવી પડશે અને હથિયાર રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવુ પડશે જેથી બે હથીયાર રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાના હોય મારા તથા મારા પિતાજીના બે હથિયાર અમારા રાજવંત પેલેસના પહેલા માળે સ્ટોર રૂમમાં મુકેલ હોય, જે રૂમની ચાવી મારા પિતાજી પોતાની પાસે રાખતા હોય જેથી મે મારા પિતાજી પાસેથી હથિયાર રાખેલ રૂમની ચાવી લઇ અમારા હથિયારો મુકેલ રૂમમાં મારા પિતાજીનું હથિયાર નં (૧) સિંગલ બેરલ રાઇફલ ૩૭૫ તથા (૨) સિંગલ બેરલ પિસ્તોલ કેલિબર.૪૫ બોર સરકારી મોડલનુ તથા મારા નામનું સિંગલ બેરલ રાઇફલ ૨૨ બોર બ્રેક હથિયાર રાજવંત પેલેસ ખાતે એક સફેદ કાપડની અંદર મુકી દોરી વડે બાંધી સ્ટોર રૂમમાં મુકેલ હતા. તે હું લેવા માટે ગયેલ તે વખતે મારું હથિયાર તથા મારા પિતાજીના હથિયાર જે જગ્યાએ મુકેલ હતા. તે જગ્યા એ ચેક કરતા મારા પિતાજીનુ હથિયાર સિંગલ ભેરલ પિસ્તોલ નહી મળતા અને મારા પિતા વયોવૃધ્ધ હોય અને પથારીવશ હોવાના કારણે મારા પિતાજીની છેલ્લા એક વર્ષથી સેવા ચાકરી કરતો નોકર સંજય મધુકર રાજાને (રહે. પુજા પડ્યાની ચાલી રાધે મોલ સામે ખોખરા અમદાવાદ) નાઓ મારા પિતાજીના પાસે રહેતો હતો અને તેની જોડે મારા પિતાજીના રૂમની ચાવી રહેતી હતી પરંતુ સંજય ભાઇ તારીખ ૦૪/૦૧/૨૦૨૫ ના રોજ શનિવારના દિવસથી કોઇને કિધા વગર મહેલ માંથી કયાંક જતા ૨હેલ હોય જેથી મારા પિતાજીનું સિંગલ બેરલ પિસ્તોલ કેલિબર.૪૫ બોર સરકારી મોડલનુ હથિયાર જેની આશરે કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નું સંજયભાઈ નાઓ ચોરી લઈ ગયાની મને પુરેપુરી ખાત્રી છે જેથી તેના વિરુદ્ધ ફરીયાદ દાખલ થતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 

(10:31 PM IST)