News of Sunday, 12th January 2025
ઉતરાયણમાં દાનનું ખાસ મહત્વ : દાન આપવા ઈચ્છતા હોવ તો રાજપીપળા સ્ટેશન રોડનું અન્નપૂર્ણા અન્નક્ષેત્ર
“હાથ કંગન કો આરસી ક્યા” મતલબ કે જે નજરે દેખાય છે એને કોઈ પ્રમાણ કે પુરાવાની જરૂર હોતી નથી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઉતરાયણમાં દાનનું અનેરૂ મહત્વ રહેલું છે, કહેવાય છે કે ઉતરાયણના દિવસે આપેલું દાન અનેક ઘણું થઈને પાછું આવે છે પરંતુ દાન કોને અપાય અને ક્યાં અપાય તેના પણ શાસ્ત્રોમાં ઘણા બધા નિયમો આપેલા છે અને આ નિયમોને જો જોઈએ તો દાન માત્ર અને માત્ર સુપાત્રને જ આપવું જોઈએ એવું કહેવાયું છે. આ વાતને જો ધ્યાને રાખીએ તો નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં સ્ટેશન રોડ પર ચાલતા અન્નપૂર્ણા અન્નક્ષેત્રને દાન આપવા લાયક એકમાત્ર સંસ્થા ચોક્કસથી કહી શકાય. કહેવાય છે કે “હાથ કંગન કો આરસી ક્યા” મતલબ કે જે નજરે દેખાય છે એને કોઈ પ્રમાણ કે પુરાવાની જરૂર હોતી નથી.
આ અન્નક્ષેત્ર વિશે જો વધુ વાત કરીએ તો છેલ્લા દોઢ વર્ષથી ચાલતા આ અન્નક્ષેત્રમાં જાતજાતના અને ભાત ભાતની મીઠાઈઓ અને ફરસાણ પીરસવામાં આવે છે .
આશ્ચર્યની વાત તો એ છે કે અનેક વખત દસ દસ કરતા પણ વધુ મીઠાઈઓ અને સાત સાત જેટલા ફરસાણ એક જ ભાણામાં પીરસવામાં આવ્યા છે. અહીં ભોજન માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી એટલે કે બિલકુલ નિ: શુલ્ક ભોજન પીરસવામાં આવે છે અને તે પણ ખુરશી ટેબલ પર બેસાડીને વિવિધ પ્રકારની સગવડો સાથે ભોજન પીરસાઈ છે. અહીં જ્ઞાતિ,જાતિ, ધર્મ, ઉંમર કે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. આ અન્નક્ષેત્રના આયોજન માટે એવું કહેવાય છે કે માં અન્નપૂર્ણાના આશીર્વાદથી આ ભોજનાલય શરૂ કરવામાં આવેલ હતું અને ટૂંક સમયમાં જ બીજું પણ એક અન્નક્ષેત્ર આજ સંસ્થાના માધ્યમથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે હું જાગૃત નાગરિક તરીકે છાતી ઠોકીને કહી શકું છું કે આ અન્નક્ષેત્ર એ ખરેખર દાન આપવા લાયક સંસ્થા છે. અન્નપૂર્ણા અન્નક્ષેત્ર એ દાન આપવા માટેનું સો ટકા સાચું અને સોના જેવી શુદ્ધતા ધરાવતું અન્નક્ષેત્ર છે
જો તમે ઇચ્છતા હો કે તમારૂ આપેલ દાનનો એક એક રૂપિયો યોગ્ય રસ્તે વપરાય તો તમારું દાન અન્નપૂર્ણમાં જ આપજો. તેમનો સંપર્ક નંબર છે : 93165 62639.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
