<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

ગોરા એકલવ્ય મોડેલ સ્કૂલમાં ધો.૬ મા અભ્યાસ કરતા બાળકે હોટેલ રૂમમાં ફાંસો ખાઈ લેતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રૂપપુરા ગામના બાળકે હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવનનો અંત આણતા પોલીસે તપાસ હાથ ધરી છે
   પ્રાપ્ત વિગતો અનુસાર વિક્રમકુમાર વિનયકુમાર સિંગ નોકરી (વોર્ડન) (હાલ રહે-બોયઝ હોસ્ટેલ એકલવ્ય મોડેલ સ્કૂલ ગોરા કોલોની) નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ યુવરાજભાઈ રામાભાઈ તડવી (ઉ.વ.૧૧)( રહે. રૂપપુરા તા.તિલકવાડા જિ.નર્મદા) એ તા.૧૧/૦૧/૨૦૨૫ ના રોજ ગોરા એકલવ્ય મોડેલ સ્કૂલમાં ધો.૬ મા અભ્યાસ કરતો હોય અને તે હોસ્ટેલમાં ન રહેવા બાબતે રડતો હતો તેને સમજાવીને હોસ્ટેલના રૂમમાં મોકલેલ તે દરમ્યાન હોસ્ટેલના રૂમની બારીની ગ્રીલ ઉપર દોરી બાંધી ને ગળે ફાંસો ખાઈ લેતા સારવાર માટે એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે લઇ જતા ફરજ પરના ડોક્ટર એ તેને મૃત જાહેર કરતા સલામતી પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:25 PM IST)