<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

કરજણ નેશનલ હાઈવે 48 પર એક પાછળ એક 5 વાહનો એકબીજા સાથે અથડાતા ટ્રાફિકજામ

રજણ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભરથાણા ટોલનાકા પાસે વાહનો એકબીજા સાથે ભટકાતા વિચિત્ર અકસ્માત:પોલીસની PCR વાન પણ અકસ્માતનો ભોગ બની

વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. વાહનો એકબીજા સાથે ભટકાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસની PCR વાન પણ અકસ્માતનો ભોગ બની હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના કરજણ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભરથાણા ટોલનાકા પાસે બની છે.

ભરૂચ થી વડોદરા તરફ જતા હાઇવે ઉપર આઇસરે અકસ્માત સર્જ્યો હતો. જે બાદ પાછળ આવતા પાંચ જેટલા વાહનો એકબીજા સાથે ધડાકાભેર ભટકાયા હતા. અકસ્માતમાં પોલીસ વેન પણ ભોગ બની હતી. જો કે સદનસીબે સર્જાયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ બનાવની જાણ થતા જ પોલીસઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

(9:47 PM IST)