તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
રાજ્યમાં ફરી વખત કડકડતી ઠંડી: 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે
પોરબંદરમાં 10.1, અમરેલીમાં 10.4, રાજકોટમાં 10.4 ડિગ્રી, કેશોદમાં 10.8, ભુજમાં 11.4, ડીસામાં 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન ફોટો

અમદાવાદ : રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો અને આવતી કાલે પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેના કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. જોકે 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 27.2 ડિગ્રી મહત્તમ અને 13.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે 5.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો કંડલા પોર્ટમાં 29.6 ડિગ્રી, સુરતમાં 29.4, વેરાવળમાં 29.4, રાજકોટમાં 29, સુરેન્દ્રનગરમાં 29, મહુવામાં 28.6, પોરબંદરમાં 28.5, ગાંધીનગરમાં 28.4, કેશોદમાં 28, વલ્લભ વિદ્યાનગરમાં 27.9, નલિયામાં 27.6, વડોદરામાં 27.4 ભુજમાં 27.4, અમદાવાદમાં 27.2, ભાવનગરમાં 27.2, દ્વારકામાં 27, ડીસામાં 26.4 અને ઓખામાં 25.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 5.6 ડિગ્રી, પોરબંદરમાં 10.1, અમરેલીમાં 10.4, રાજકોટમાં 10.4, કેશોદમાં 10.8, ભુજમાં 11.4, ડીસામાં 11.6, સુરેન્દ્રનગરમાં 12.8, મહુવામાં 13.3, ગાંધીનગરમાં 13.7, અમદાવાદમાં 13.9, કંડલા પોર્ટમાં 14.2, દ્વારકામાં 15, ભાવનગરમાં 15.1, વેરાવળમાં 15.9, વલ્લભ વિદ્યાનગરમાં 16.8, સુરતમાં 17.1, ઓખામાં 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
