<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

અમદાવાદ છેલ્લા 10 દિવસમાં 1091 પ્રાણીઓના માલિકે રજિસ્ટ્રેશન કરાવ્યું

સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 282 માલિકોના 317 શ્વાનનું રજિસ્ટ્રેશન થયું: પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આગામી 31 માર્ચ

અમદાવાદ: પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશન કામગીરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેબીસ ફ્રી અમદાવાદ સિટી 2030 એક્શન પ્લાન હેઠળ શ્વાનના માલિકો રજિસ્ટ્રેશન કરાી રહ્યાં છે

 અમદાવાદમાં . છેલ્લા 10 દિવસમાં 1091 પ્રાણીઓના માલિકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 10 દિવસમાં 1261 પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન થવા પામ્યું છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 282 માલિકોના 317 શ્વાનનું રજિસ્ટ્રેશન થયું છે.

  અમદાવાદ શહેરમાં પોમરીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રિટ્રેવર બ્રીડના શ્વાન પ્રથમ પસંદગી ધરાવે છે. પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આગામી 31 માર્ચ નક્કી કરવામાં આવી છે.


 

(5:20 PM IST)