તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનું ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

(કૌશલ સવજાણી દ્વારા) દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે. ત્યારે ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે રાજ્યપાલશ્રીનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સર્કિટ હાઉસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
તેમના સ્વાગતમાં ઇન્ચાર્જ કલેક્ટર શ્રી એ .બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલશ્રી આજે ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે ખેડૂતો તથા ગ્રામીણો સાથે સંવાદ કરશે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
