તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
તહેવાર ટાણે જ કપાસીયા અને પામોલીન તેલના ભાવમાં ૩૦ રૂપિયાનો વધારોઃ મધ્યમ અને ગરીબ વગૃના લોકોનું બજેટ ખોરવાયું
કપાસીયાના તેલના ડબ્બાનો ભાવ રૂ.રર૦૦ એ અને પામોલીનના ડબ્બાનો ભાવ રૂ. ર૧૯૦ એ પહોંચ્યો

અમદાવાદઃ એક તરફ ઉત્તરાયણનો તહેવાર માથે છે ત્યારે તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. તેલના ભાવમાં ફરી એક વખત વધારો થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે, તો ખાદ્ય તેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
કપાસીયા અને પામોલીન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બે દિવસમાં 30- 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2200 રૂપિયાએ પહોંચ્યો જ્યારે પામોલીનનો ડબ્બો રૂ. 2190 સપાટીએ પહોંચ્યો છે.
નોંધનીય છે કે, એક તરફ હાલ શાકભાજીના ભાવો આસમાને છે. કોથમીર, લીંબુ, સહિત તમામ લીલા શાકભાજીના ભાવમાં વધ્યા છે ત્યારે જનતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે. ફરી એકવાર તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. બે દિવસમાં જ 30 રૂપિયાનો વધારો થતા જનતાને એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
