તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
૧પ મી સુધી રાજયના ઘણા વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશેઃ આંબાલાલ પટેલ
ઉત્તરાયણ પછી રાજયના કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં થોડો ઘટાડો થશે, ર૪ મીથી ફરી ઠંડી વધશેઃ રર-ર૩ જાન્યુઆરીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના

અમદાવાદઃ ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીમાંથી રાહત મળ્યા બાદ વાતાવરણમાં વધારો થયો છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો.
દરમિયાન હવામાન વિભાગ મુજબ, પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે અને તાપમાન યથાવત રહેશે. પવનની દિશા બદલાવાથી લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી સુધી ઊંચું નોંધાયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 10 થી 15 જાન્યુઆરી વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 15 જાન્યુઆરી સુધી ઠંડી યથાવત રહેશે. ઉત્તરાયણ પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. 24 જાન્યુઆરી પછી ઠંડી ફરીથી વધશે, અને 22-23 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
