તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંજા અને કાચની દોરીના વેચનારા સામે કાર્યવાહી હાઇકોર્ટની ટકોર બાદ પોલીસ એક્શનમાં
ચાઈનીઝ તુક્કલ તેમજ ચાઈનીઝ માંજા અને કાચના દોરાના વેચાણના ૪૮ કેસ કરવામાં આવ્યા છે

અમદાવાદ, તા.૧૨,
મકરસંક્રાતિના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી તો કરવામાં આવી જ રહી છે. સાથે કાચ પાયેલા દોરા, ગ્લાસકોટેડ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. હાઇકોર્ટની ટકોર બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંજા અને કાચના દોરાના વેચાણના ૪૮ કેસ કરવામાં આવ્યા છે. તો સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન ચાઈનીઝ દોરી કે તુક્કલના વેચાણ અંગે વોચ રાખવામાં આવી રહી છે.
મકરસંક્રાતિના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી તો કરવામાં આવી જ રહી છે. સાથે કાચ પાયેલા દોરા, ગ્લાસકોટેડ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ઉત્તરાયણને લઈને હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના કંટ્રોલરૃમના ડીસીપી રીમા મુનશીએ જણાવ્યું કે ગત ૨૧ ડિસેમ્બરથી અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંજા અને કાચના દોરા બાબતે કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા ઓનલાઇન પણ દોરા અને તુક્કલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન ચાઈનીઝ દોરી કે તુક્કલના વેચાણ અંગે વોચ રાખવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં ૪૮ જેટલા કેસ અમદાવાદ શહેરમાં આ બાબતે કરવામાં આવ્યા છે. જેમાં ૪૯ જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ ડ્રાઈવ દરમિયાન ૯૭ ચાઈનીઝ દોરીની રીલ, ૩ ચરખા સહિત ૨૭,૯૮૦ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉતરાયણના તહેવારને લઈને 15 DCP, 19 ACP, 86 PIનો બંદોબસ્ત રહેશે. 291 PSI, 7840 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ અને 18 SRPની કંપની બંદોબસ્તમાં તૈનાત રહેશે. મહત્વનું છે કે ઉત્તરાયણના બાકીના દિવસો દરમિયાન પણ પોલીસની અલગ અલગ ટીમ શહેરના પતંગ અને દોરીના વેપારીઓને ત્યાં ચેકીંગ કરી કાર્યવાહી કરવામાં આવશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
