<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

એચ.એસ.પટેલ હાઇસ્કુલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન થયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : તા. ૧૧ એચ.એસ.પટેલ હાઇસ્કુલ, વડોદરા માં વાર્ષિક રમતોત્સવનું આયોજન થયું હતું.

જેમાં ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રમતોત્સવમાં વિવિધ રમતો જેવી કે 100 મીટર દોડ, કરચલા દોડ, કોથળાદોડ, આંધળો પાટો જેવી વ્યક્તિગત રમતો અને ક્રિકેટ, કબ્બડી અને ખોખો જેવી જૂથ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે સંદર્ભે શાળાના ટ્રસ્ટી વિરેનભાઈ કે. પટેલ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઇલમાબેન એમ.સિંગલ, મુખ્ય અતિથિ અનુરાગ દુબે કે જેઓ અનિરુદ્ધ સૈનિક સ્કૂલ કાયાવરોહણમાં ડિફેન્સ ટ્રેનિંગ કોપ ના કમાન્ડિંગ ઓફિસર છે અને અતિથિ વિશેષ હિરેન ઉપાધ્યાય કે જેઓ એક્સ આર્મી મેન છે, તેઓની ઉપસ્થિતિમાં રમતોત્સવના ઇનામ વિતરણ નો કાર્યક્રમ તારીખ 02/01/2025 ના રોજ યોજવામાં આવ્યો હતો.



 

(10:35 PM IST)