તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
નર્મદા જિલ્લામાં રોફ ઝાડતાં આધિકારીઓને મનસુખભાઈ વસાવાની ટકોર : સાદગી મંત્રી ભાનુબેન પાસેથી શીખો
કેવડિયા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ અધિકારીઓને નમ્રતાથી લોકોના કામ કરવાના પાઠ ભણાવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: એક્તાનગર કેવડિયા ખાતે પોષણ માહની ઉંચી ઉડાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા સહિત સચિવ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.સાથે નર્મદા જિલ્લાના પણ તમામ અધિકારીઓ હાજર હોય તાલુકા જિલ્લાઓમાં પોતાનો રોફ ઝાડતાં આધિકારીઓ અને રૂપિયા વગર લોકોના કામ કરતા નથી. આવા અધિકારીઓ પર સાંસદ વરસી પડ્યા અને તેમના જુના અંદાજ પ્રમાણે તેમના ભાષણમાં કહી નાખ્યું કે તાલુકા અને જિલ્લા લેવલે મોટા અધિકારીઓને ટકોર કરી કે સાદગી વિનમ્રતા મંત્રી ભાનુબેન પાસેથી શીખવી જોઈએ હું ટીકા ટીપ્પણીમાં નથી માનતો, ઉપલા અધિકારીઓ એમને સહયોગ આપે, આ બેનમાંથી હું શીખ્યો છું. આજે મંત્રી ધારાત તો એ રોપ બતાવી શકત પણ એમને મંત્રીનો રોપ ન બતાવ્યો
જે સ્ટોરના બેહનો હતા એમને સાદગી પૂર્વક વાત કરી ખુશ કર્યા, અહીં તાલુકા અને જિલ્લાના અધિકારીઓ પોતાનો રોપ બતાવે છે. આ ભાવના બધા લોકોએ કેળવવી પડશે તેવી વાત કરી ભાનુબેન બાબરીયાની જેમ અધિકારીઓને પણ તેમને હંમેશા મદદ કરવાની સાંસદ મનસુખભાઈ વસાવાએ ટકોર કરી ત્યારે આ ટકોરથી કેટલાક સ્થાનિક અધિકારીઓ સમજી ગયા હતા. જે અધિકારીઓ ના સમજ્યા અને તેમની અકળ યથાવત રાખી તો પછી સંસદનો પ્રકોપ સહન કરવો પડશે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
