<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

પતંગ ઉડશે સડસડાટ : ઉત્તરાયણ પર્વે બે દિવસ જોરદાર પવન રહેશે : અંબાલાલ પટેલની આગાહી

સુરતમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેશે. :ઉત્તરાયણની સવારે ધૂમ્મસભર્યું અને 14થી 16 જન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

 પતંગરસિયાઓ માટે ખુશીના સમાચાર છે. ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડડવા માટે અનુકૂળ પવન રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ઉડાડવા બહુ મહેનત નહીં કરવી પડે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લામાં ઉત્તરાયણના દિવસે 6 કિમી પ્રતિ કલાકથી 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સુરતમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેશે

  અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. આ ઉપરાંત ઉત્તરાયણની સવારે ધૂમ્મસભર્યું અને 14થી 16 જન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની પણ તેમણે આગાહી કરી છે 

આ સાથે હવામાન વિભાગે અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે. .

(9:53 PM IST)