તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ ખાતે બે દિવસીય પેહલી વુમન થીંકર્સ મીટનો પ્રારંભ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સમન્વય પ્રતિષ્ઠાન અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતમાં પેહલી વુમન થીંકર્સ મિટનો શનિવારે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે . કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ રામ માધવ, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો . ડો અમી ઉપાધ્યાય, સમન્વય પ્રતિસ્થાનના કન્વીનર ડો જીગર ઇનામદાર હાજર રહ્યા હતા . બે દિવસની આ થીંકર્સ મીટમાં રાજ્યની 130થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે . બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર વક્તવ્યો, પેનલ ડિસ્કશન, મોક પાર્લામેન્ટ યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રના મહિલાઓ ઉપસ્થિત રહેશે.
સ્ત્રી શક્તિ : ભારત અને વિષ્વનો ઇતિહાસ , 'પરંપરા , માન્યતા ,તર્ક અને વિજ્ઞાન ', Feminism & Feminazi,Indian Feminism સહીતના વિષય પર પેનલ ડિસકસન અને ચર્ચા કરવામાં આવશે .વધુ માહિતી માટે સંપર્ક : મેઘના 91 96381 20990, સનમ : 91 70436 12391
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
