<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

સુરતમાં ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ભારે ભીડ : ડબગરવાડામાં ડ્રોનથી પોલીસની નજર: ધાબા પોઈન્ટ તૈયાર

બજારના બંન્ને બાજુ બેરિકેટિંગ કરીને પોલીસ બંદોબસ્ત: શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ તૈયાર કરાયા

સુરત : ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યારે સુરતમાં પણ ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ભીડ ઉભરાઈ છે. ચોરી- લૂંટની ઘટના અટકાવવા પોલીસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પતંગ બજાર ડબગરવાડામાં ડ્રોન દ્વારા પોલીસની નજર રાખવામાં આવી છે.

બજારના બંન્ને બાજુ બેરિકેટિંગ કરીને પોલીસ બંદોબસ્ત તૈનાત કરી છે. શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડ પર ચાંપતી નજર રાખવામાં આવી છે. ખરીદી માટે આવતા લોકોને કીંમતી સામાન્ય સાચાવવાની અપીલ કરી છે.

 

ઉત્તરાયણના તહેવારને માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે સુરતના પ્રખ્યાત પતંગ બજાર ડબગરવાડ ચોરી-લૂંટની ઘટના અટકાવવા પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બન્ને બાજુ બેરિકેટિંગ કરીને શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઇન્ટ તૈયાર કરાયા છે. આ સાથે જ ભીડવાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત રહેશે. તે ઉપરાંત પોલીસની શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.


 

(8:57 PM IST)