<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

ભરશિયાળે માવઠાની સંભાવના : 24 કલાકમાં બનાસકાંઠા સહિત 3 જિલ્લામાં વરસાદની વકી

હાડ થીજવતી ઠંડી પડ્યા બાદ છેલ્લા 2 દિવસથી પવન ફૂંકાતા ઠંડીમાં સામાન્ય ઘટાડો : 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં શિયાળાની શરૂઆત મોડાથી થઈ હતી. જે બાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે વારંવાર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે હાડ થીજવતી ઠંડી પડ્યા બાદ છેલ્લા 2 દિવસથી પવન ફૂંકાતા ઠંડીમાં સામાન્ય ઘટાડો અનુભવાઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગુજરાતમાં પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિકલાકની રહેવાની શક્યતા છે. જ્યારે પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહી શકે છે. બીજી તરફ પશ્ચિમી રાજસ્થાનમાં એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિવાય એટ ટ્રફ પણ અરબ સાગરથી રાજસ્થાન સુધી લંબાઈયો છે.

આ તમામ પરીબળોના પરિણામે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મોટાભાગે હવામાન સૂકુ રહેશે. આ ઉપરાંત આગામી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.


 

(10:49 PM IST)