તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
સુરતના ભાટપોર નજીક ONGCના વૉચમેનની હત્યાનો ભેદ ઉકેલાયો : ક્રાઇમ બ્રાન્ચે બિહારથી બે આરોપીઓને ઝડપ્યા
હત્યારો રેકી કરીને પોતાના વતન ગયા બાદ સાગરિતો સાથે પરત ફર્યો અને વૉચમેનને રસ્તામાં આંતરીને મોતને ઘાટ ઉતાર્યો :એક વર્ષ પહેલા પૈસાની લેતી-દેતીમાં થઈ હતી માથાકૂટ

સુરત :શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં ભાટપોર નજીક ONGCના વૉચમેનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના ચકચારી બનાવનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે. જેમાં પોલીસે બિહારથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 2 જાન્યુઆરીના રોજ ભાટપોર ખાતે ONGCના વૉચમેન રોહિતગીરી ગોસ્વામીની હત્યા કરવામાં આવી હતી. જેમાં બાઈક પર આવેલા 3 અજાણ્યા ઈસમો રોહિતગીરી પર ફાયરિંગ કરીને તેમજ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ઈચ્છાપોર પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહારના શિવાન જિલ્લામાંથી વિક્રાંતકુમાર રાજપૂત અને સિદ્ધાર્થ રાજપૂત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક રોહિતગીરી અને હત્યારો વિક્રાંતકુમાર અગાઉ સુરતમાં સાથે રહેતા હતા. આ સમયે બન્ને વચ્ચે નાણાંની લેતી-દેતી થઈ હતી. જેને લઈને ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ઝઘડો થતાં વિક્રાંતકુમાર નોકરી છોડીને બિહાર જતો રહ્યો હતો.
આ ઝઘડાનું મનદુખ રાખી વિક્રાંતકુમાર થોડા દિવસ અગાઉ સુરત આવ્યો હતો, જ્યાં રોહીતગીરીની રેકી કરીને મુંબઈ જતો રહ્યો હતો. થોડા દિવસ બાદ વિક્રાંતકુમાર પોતાના ભાઈ અને અન્ય એક ઈસમ સાથે સુરત પરત ફર્યો હતો અને અડાજણમાંથી બાઈકની ચોરી કરી હતી. જે બાદ રોહિતગીરી જ્યારે પોતાની નોકરી પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને આંતરીને પેટના ભાગે છરી ઝીંકીને તેમજ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો છેલ્લા 10 દિવસથી સખત મહેનત કરી રહી હતી. 10 માણસોની ટીમ છેલ્લા 8 દિવસથી મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ અને છેલ્લે બિહાર અને બિહારના શીવાન જિલ્લામાં મોડી રાતે એક ઓપરેશન હાથ ધરીને વિક્રાંતકુમાર રામબાબુસિંગ રાજપૂત અને તેના નાનાભાઈ સિદ્ધાર્થ રામબાબુસિંગ રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ લોકો પૈસાની વ્યવસ્થા કરીને નેપાળ ભાગી જવાના પ્લાનમાં હતા, પણ ક્રાઈમ બ્રાંચની ટીમે તેઓને દબોચી લીધા હતા અને ટ્રાજીસ્ટ રિમાન્ડથી અહિયાં લાવવામાં આવ્યા છે. શિવાન જિલ્લામાં ખુબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપીને પકડવા ખુબ મહેનત વાળું કામ હતું અને ત્યાંથી ભાગી ના જાય એટલે ધ્યાન રાખીને વોચ કરીને એમને પકડવામાં આવ્યા હતા.
આરોપીઓ સુરતમાં જન્યુઆરી 2024 પહેલા રહેતા હતા ત્યારે મૃતક સાથે ઓએનજીસીમાં બંને સાથે નોકરી કરતા હતા બંનેને પૈસાની બાબતમાં ઝઘડો થતા વિક્રાંતને માથામાં મૃતક રોહિતગીરીએ માથામાં મારી દીધું હતું આ બાબત એક વર્ષ સુધી સતત મગજમાં રાખીને આ બંને ભાઈએ ત્રીજા ઈસમને અહિયાં સુરત લાવીને ત્રણ ચાર દિવસ સુધી રેકી કરી હતી અને એક બાઈકની ચોરી કર્યા બાદ મૃત્યુ નીપજાવ્યું હતું. પહેલા પેટમાં ગોળી મારી હતી અને ફરી પિસ્ટલ લોડ ના થઈ તો ચપ્પુથી અસખ્ય ઘા મારી મોત નીપજાવ્યું હતું આ બંનેને પકડીને ઈચ્છાપોર પોલીસને સોંપવાની તજવીજ કરાઈ હતી
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
