તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
પાટણમાં દુધના ટેન્કરમાં દારૂ ઘુસાડવાનાં ષડયંત્રનો પર્દાફાશઃ ર ઝડપાયા
ર૧ લાખનો દારૂ સહિત ૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૧: કચ્છ-ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી દ્વારા પ્રોહીબીશન ગુનાલગતની ગેરપ્રવળત્તિઓને દુર કરવા જિલ્લા પોલીસ તંત્ર ને સૂચનાઓ કરવામાં આવી હતી .જે અનુસંધાને પાટણ એલસીબી પીઆઈ આર. જી .ઉનાગર સહિત સ્ટાફના માણસો પી .એસ.આઈ વી.આર. ચૌધરી અને આર. કે .પટેલ અને પોલીસ સ્ટાફ ના માણસો પાટણ ટાઉનમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ચોકકસ બાતમી મળી હતી .કે ડીસા તરફથી દૂધના ટેન્કરની આડમાં ભરેલ ભારતીય બનાવટનો લાખો રૂપીયાનો વિદેશી દારુ અને બીયરનો જથ્થો પાટણ ટાઉનમાંથી પસાર થનાર છે. જે હકીકત આધારે પાટણ નજીક માતરવાડી પીકઅપ સ્ટેન્ડ પાસે એલસીબી સ્ટાફના માણસોએ નાકાબંધી કરી હતી.
દરમ્યાન હકીકતવાળુ દુધનું ટેન્કર પસાર થતા તેને ઉભુ રાખી તેની તપાસ કરતા ટેન્કર માંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારુ તેમજ બિયર સહિત રૂા. ૩૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસ દ્વારા દૂધના ટેન્કર ની હાડમાં દારૂ છૂપાડીને લઈ જઈ રહેલી ટેન્કરને ઝડપી લીધુ છે . આ ટેન્કરમાં લાખો રૂપિયા દારૂ સાથે પોલીસ દ્વારા નગેન્દ્ર સુરેન્દ્ર ખરાડી રહે ફલાઉ બરીનલા જી.ઉદેપુર, રાજસ્થાન અને ચતુર હેમજીભાઈ રબારી રહે, હાથીન્દ્રા તાલુકો પાલનપુર જીલ્લો બનાસકાંઠા, જ્યારે આ કેસમાં પકડવાના બાકી આરોપીઓ રતનભાઈ મગનભાઈ રબારી રહે .ભાડલી જિલ્લો બનાસકાંઠા હીરાભાઈ ધનાભાઈ રબારી રહે જોબુટી જિલ્લો બનાસકાંઠા બંને ઈસમોએ દારૂ ભરીને ટેન્કર ચાલકને આપ્યો હતો .જ્યારે ટેન્કર માલિક દેવાભાઈ ધનાભાઈ રબારી રહે.જોબુડી અને દારૂનો માલ મંગાવનાર ઈસમ નું નામ મળી આવેલ નથી .તેને ઝડપી લેવા માટે એલસીબી પોલીસના દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
