તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
સાવલીના પોઈચા કનોડા નજીકથી પસાર થતી મહીસાગરમાં ઝંપલાવી કિશોર-કિશોરીએ જીવન ટૂંકાવ્યું
પોઇચા કનોડા મહી નદીના બ્રિજ નીચેથી બિનવારસી હીરો સ્પ્લેન્ડર બાઇક મળી: બાઈકની સાથે મોબાઈલ, બેગ, ચપ્પલ અને જેકેટ મળી આવ્યા

વડોદરા :સાવલીનાં પોઈચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કિશોર અને કિશોરીએ નદીમાં જંપલાવીને આત્મહત્યા કરી હોવાની આશંકાના પગલે શોધખોળ આદરવામાં આવી છે. સાવલીના પોઇચા કનોડા મહી નદીના બ્રિજ નીચેથી બિનવારસી હીરો સ્પ્લેન્ડર બાઇક મળી આવી હતી. બાઈકની સાથે મોબાઈલ, બેગ, ચપ્પલ અને જેકેટ મળી આવ્યા હતા. તેના પગલે ઓળખ છતી થઈ હતી. કિશોર-કિશોરીએ મોતની છલાંગ લગાવી હોવાની આશંકાના પગલે શોધખોળ આરંભી હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડયા હતા.
સાવલી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરાથી ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. હાલ નદીમાં કૂદીને આત્મહત્યાની આશંકાએ ફાયર ટીમ દ્વારા બંને યુગલની શોધખોળ ચાલુ કરી છે. કિશોર ધોરણ 12 અને કિશોરી ધોરણ 10માં વાંકાનેર એન બી ભાવસાર શાળામાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે કિશોર અને કિશોરીના પરિવારજનો નદી કિનારે પહોંચ્યા હતા અને ભારે આક્રંદ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બંને લાપતા કિશોર કિશોરીની શોધખોળ આદરી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
