<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

બાકરોલ ગામમાં રબારીવાસમાં ઘુસી માથાભારે શખ્સોએ ગામના સ્થાનિક લોકો પર હુમલો કર્યો: વાહનોમાં તોડફોડ

ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં કાસીન્દ્રા ગામના લોકોએ લાકડી અને ધોકા વડે બાકરોલ ગામમાં રબારીવાસના લોકો પર હુમલો કર્યો

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરીથી સવાલ ઊભા થયા છે. બાકરોલ ગામમાં રબારીવાસમાં ઘુસીને માથાભારે શખ્સોએ ગામના સ્થાનિક લોકો પર હુમલો કર્યો છે, સાથે જ વાહનોમાં તોડફોડ કરી છે. 

   ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં કાસીન્દ્રા ગામના લોકોએ લાકડી અને ધોકા વડે બાકરોલ ગામમાં  રબારીવાસના લોકો પર હુમલો કર્યો હતો.

  આ હુમલામાં એક શખ્સના માથામાં ગંભીર ઈજા થઈ છે, અન્ય લોકોને પણ સામાન્ય નાની મોટી ઇજાઓ થઈ છે. હુમલાના વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સમગ્ર મામલો અસલાલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. 

(11:30 PM IST)