તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
રાજપીપળા રાધા સ્વામી કમ્પાઉન્ડનો રસ્તો બંધ નહિ થાય : કલેક્ટરને રજૂઆત બાદ નિર્ણય લેવાયો
વર્ષોથી ત્યાં ઊભા રહેતા લારી, ગલ્લા વાળા ની રોજી રોટી છીનવાય ગઈ ત્યારબાદ સાઈડમાં જગ્યા આપી અને હવે આર. એસ કમ્પાઉન્ડનો રસ્તો બંધ નહી કરવાની વાત છે તો તંત્ર વારંવાર કેમ નિર્ણય બદલે છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા માં આવેલ આર.એસ.કમ્પાઉન્ડનો મુખ્ય માર્ગ બંધ કરવાની નગરપાલિકાએ શરુ કરેલ હિલચાલ જાણી આર.એસ. કમ્પાઉન્ડના રહીશો અને સત્સંગીઓએ કલેકટર સંજય મોદીને આવેદનપત્ર આપી વિસ્તૃત રજુઆત કરતા કલેકટરે રસ્તો બંધ નહિ થાય તેવી ખાતરી આપતા ત્યાંના રહીશોમાં ખુશી ફેલાઈ છે
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા ના પ્રસિદ્ધ હરસિદ્ધિ મંદીર ના વિકાસ માટે કલેકટર નર્મદા એ શરુ કરેલ કામગીરી દરમ્યાન મંદીર સામેનાપાર્કિંગ પ્લોટ ના લારી ગલ્લા હટાવાયા હતા દરમ્યાન તંત્ર એ પાર્કિંગ પ્લોટ ની બાજુમાં આવેલ આર. એસ. કમ્પાઉન્ડ નો રસ્તો પણ બંધ કરવાની તજવીજ કરતા રહીશો માં ભારે નારાજગી ફેલાઈ હતી અને તંત્ર ના આ નિર્ણય વિરુદ્ધ ત્યાંના રહીશો એ કલેકટર એસ . કે. મોદી ને આવેદન આપી આ રસ્તો રાજા રજવાડા સમય નો આઝાદી પહેલા નો છે અને 104 વર્ષ થી અહીં નિયમિત રાધાસ્વામી સત્સંગ થાય છે તેવી રજુઆત કરતા કલેકટર નર્મદા એ સૌને શાંતિ થી સાંભળી રચનાત્મક ચર્ચા કરી આ રસ્તો બંધ નહિ થાય તેવી ખાતરી આપી અને નગરપાલિકા ને તેની સૂચના આપી દેવાશે તેમ જણાવતા સૌમાં ખુશી જોવા મળી હતી.
આર એસ કમ્પાઉન્ડ નો રસ્તો બંધ નહિ કરવા ધારાસભ્ય એ પણ કરી રજુઆત
રાજપીપલા હરસિધ્ધિ મંદિર સામે આવેલ 100 થી વધુ વર્ષ જૂનો રસ્તો બંધ કરવાની હિલચાલ વિરુદ્ધ રહીશો એ ધારાસભ્ય ડો દર્શના દેશમુખ ને પણ રજુઆત કરતા ધારાસભ્ય એ પણ આશ્ચર્ય વ્યક્ત કરી કલેકટર ને ફોન કરી રજુઆત કરી હતી કે આ રસ્તો વર્ષો જૂનો છે અને તે બંધ થાય તો રહીશો અને સ્થાનિક તેમજ બહારગામથી આવતા સત્સંગીઓ ને તકલીફ પડે તેમ છે માટે આઝાદી પહેલા નો આ રસ્તો બંધ નહિ કરવા ધારાસભ્ય એ પણ રજુઆત કરી હતી.
તંત્ર રાજકીય દબાણ ને વશ થયું તેવા સવાલ ઉઠ્યા
જોકે વિકાસ ની વાતે તંત્ર એ સૌ પ્રથમ ત્યાં ઉભેલી લારીઓ ને ટાર્ગેટ બનાવી ત્યારબાદ નજીક માં પીળા પટ્ટા પાડી ત્યાં લારીઓ ઊભી રાખવા કહ્યું પરંતુ તેમાં પણ તંત્ર ના આ નિર્ણય થી લારી વાળા નાખુશ છે તો લારી વાળા ને એમની જૂની જગ્યા અપાતી નથી તો આર. એસ. કમ્પાઉન્ડ રસ્તા બાબતે નિર્ણય કેમ બદલાયો શું કોઈ રાજકીય દબાણ છે.? તેવા સવાલ હાલ ચર્ચા માં છે
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
