તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 10th January 2025
ભીલ પ્રદેશ અલગ જોઈએ તો અમે કાલે બનાવી દઈએ પણ એને ચલાવવો કેવી રીતે : આ વાત શક્ય નથી : કુબેર ડીંડોર
ભીલ પ્રદેશની લડત લડનારા નેતાઓએ હથિયાર હેઠા મૂકી દીધા હવે આ મુદ્દો આજકાલના આવેલા ચૈતર વસાવા ઉંચકી યુવાનોને ગેર માર્ગે દોરે છે, કોઈ ભરમાશો નહિ : કુબેર ડીંડોર

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની રાજેન્દ્ર સ્કુલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા.જેમની સાથે સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય પી. ડી.વસાવા, એકલવ્ય મોડેલ સ્કૂલના ડાયરેક્ટર અર્જુન ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં પોતાની સ્પીચ અપાતા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે બાળકોને આશીર્વચન આપી ભીલ પ્રદેશની માંગણી ને લઈને ખૂબ વિસ્તારથી બોલ્યા હતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવતી અલગ ભીલ પ્રદેશની માંગણીની ખૂબ ટીકા કરી હતી.અને ઇતિહાસ વર્ણવી ભીલ પ્રદેશની લડત લડનારા નેતાઓએ હથિયાર હેઠા મૂકી દીધા હવે આ મુદ્દો આજકાલ ના આવેલા ચૈતર વસાવા ઉંચકી ગામે ગામ ફરે છે અને યુવાનોને ગેર માર્ગે દોરે છે. આ છેતર વસાવા છે..જે..છેતરવાનું કામ કરે છે....જે છેતરી જસે..કોઈ ભરમાશો નહિ. કહી મંત્રીએ વાલીઓ અને વિદ્યાર્થીઓ ને ટકોર કરી હતી.
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પોતાની વાતમાં કહ્યું કે ભારત દેશ એકતા માં માનનારો દેશ છે.પણ કેટલાક લોકો એકતા ને તોડવાનું કામ કરે છે. દેશમાં ભાગલાં પાડવાની વાત, અલગતા વાદ, સમાજ ને અલગ પાડવાની વાત કેટલાક લોકો ગામે ગામ કરી રહ્યા છે.આવા લોકો ને ઓળખો આ નવા યુવાનો આવા લોકો થી ભ્રમિત થઈ રહ્યા છે. જેને બંધ કરો તેમ કહી ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે વિશ્વાસ થી કહ્યું હતું કે ભીલ પ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ પણ અલગ ભીલ પ્રદેશ બનાવી ને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાનું..ટેક્સ કોણ ભરે, આતો ઉધ્યોગ પતિઓ છે જે ટેક્સ ભરે છે કર્મચારીઓ ટેક્સ ભરે છે. જેનાથી દેશ ચાલે છે. જો અલગ કરીએ તો બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશો અલગ થયા જુઓ આજે કેવી હાલત છે તેવી વાત કરી છેદ ઉડાવ્યો હતો. સાથે આદિવાસી સમાજ હિન્દૂ નથી એવી ભ્રામક વાતો ફેલાવનારા થી પણ ચેતજો, આદિવાસી જન્મે ત્યાંથી મૃત્યુ સુધીની તમામ ઉંમરે ઉભો હોય ત્યાં સરકાર યોજના થકી મદદ કરે છે. પગભર કરવા પ્રયાસ કરે છે. ગામના સરપંચથી લઈએ તાલુકા જિલ્લા પંચાયત પ્રમુખ મંત્રી ધારાસભ્ય સાંસદ અને રાષ્ટ્રપતિ પણ આદિવસી છે. આખો દેશ આદિવાસીઓ નો છે પછી અલગ રાજ્ય ની શું જરૂર છે. કહી અલગ રાજ્યનો વિરોધ કર્યો હતો
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
