<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

નર્મદા : વલસાડ જિલ્લામાં મજૂરી કામે જતા કામદારોની ગાડીને ટ્રકે ટક્કર મારતાં પાચનો આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના બોરિયા ગામ તરફ જતા ઢાળ વાળા હાઇવે રોડ પર થયેલા અકસ્માત માં પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી

   મળતી માહિતી અનુસાર નબળાભાઇ દેવલાભાઇ મોહનીયા (રહે. સર્જાય તા.ધાનપુર જી.દાહોદ) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ તથા ઇજા પામનાર લોકો ધાનપુર જી.દાહોદ ખાતેથી  મુકેશ ભાઇ ચતુરભાઇ સંગાડા નાઓની ફોર્સ કંપનીની તુફાન ગાડી નં. GJ-17-BN- 6245 માં લઇને વલસાડ જીલ્લામાં આવેલ નાનાકુંડ ગામે રોડ રસ્તા બનાવવા માટે મજુરી કામે નિકળેલા તે દરમ્યાન બોરિયા ગામ તરફ જતા ઢાળવાળા હાઇવે રોડ ઉપર વળાંકમાં ચાલકે પોતાના કબજાની ટ્રક રજી. નંબર MH-18-BA-0526 ની પુરઝડપે ચલાવી લાવી તુફાન ગાડીને સામેથી ટક્કર મારી દેતા વ્યક્તિઓ ને ઇજા પહોચાડતા આમલેથા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:01 PM IST)