<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસે વાવડી ગામમાં પહોંચી અપનાવ્યો નવો અભિગમ : લોકોમાં ખુશી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય રોડ સલામતી માસ અંતર્ગત જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એસ એસ મિશ્રા અને તેમની પોલીસ ટીમ દ્વારા વાવડી ગામમાં જઈને વાહન ચાલકોના લાઇસન્સ ચેક કરી ટ્રાફિક નિયમોના પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. સાથે વાહન ચાલકોને ફૂલ આપી તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
ગુલાબ નું ફૂલ આપી વાહન ચાલકો ને ટ્રાફિક નિયમ બાબતની પ્રેમથી સમજ અપાતા ચાલકો પણ ભારે ખુશ થયા અને કેટલાક ચાલકો એ તો ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસ આ રીતે ટ્રાફિક નિયમોની સમજ આપે તો ચોક્કસ વાહન ચાલકો ના ગળે આ વાત ઉતરશે. અને કોઈ નિયમનો ભંગ નહી કરે. પોલીસની આ અભિગમ સાથે સમજ ની વાત ભારે રંગ લાવી હતી.

(10:59 PM IST)