તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
નેહરુ યુવા કેન્દ્રના યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત કાશ્મીરી યુવાનોનું ડેલિગેશન SOU ની મુલાકાત કરશે
નેહરૂ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા સહકાર ભવન- એકતાનગર ખાતે યુવાનોનો સંગોષ્ઠી કાર્યક્રમ યોજાશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત તા.૬થી ૧૧ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન સુરતમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે નેહરૂ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા તા.૧૦મી જાન્યુઆરી-૨૦૨૫ને શુક્રવારના રોજ નર્મદા જિલ્લાના સહકાર ભવન- એકતાનગર ખાતે સંગોષ્ઠી કાર્યક્રમ યોજાનાર છે.
કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, દેશના વિવિધ વિસ્તારોની સંસ્કૃતિના આદાન-પ્રદાન થકી એકબીજાથી પરિચિત થાય તેવા શુભ આશયથી યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં કાશ્મિરના અનંતનાગ, પુલવામા, બડગામ, બારામુલા, શ્રીનગર અને કુપવાડાના ૧૫૦ યુવા ડેલિગેશન સામેલ થયું છે. આ યુવાનોનું ડેલિગેશન એકતા અને અખંડિતતાનો સંદેશો આપતી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત કરશે. અને સંગોષ્ઠીમાં સહભાગી થઈને વિચાર-વિમર્શ કરશે તેમ નેહરુ યુવાકેન્દ્ર-નર્મદાના જિલ્લા યુવા વિકાસ અધિકારી એ જણાવ્યું છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
