News of Friday, 10th January 2025
BZ કૌભાંડ: ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની થશે હરાજી અને પૈસા પરત અપાશે
CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડે કહ્યું - BZ ગ્રૂપ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસને મળી:એક CAને સાથે રાખી પોલીસે તપાસ કરી:રોકાણકારોને વળતર સરકાર અપાવશે. 11 હજારમાંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે.

અમદાવાદ : BZ ગ્રૂપ કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ દરમિયાન CIDના DIG પરિક્ષીતા રાઠોડનું મોટું નિવેદન સામે આવ્યું છે. મહા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે અને પુરાવાને આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરાશે અને તેમાંથી રોકાણકારોને નાણાં પરત અપાશે.
BZ ગ્રૂપ કૌભાંડ મામલે CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડે રોકાણકારોને રાહત આપતું નિવેદન આપ્યું છે. BZ ગ્રૂપ કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. એક CAને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. રોકાણકારોને વળતર સરકાર અપાવશે. 11 હજારમાંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે. ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરાશે. હરાજી કરી રોકાણકારોને નાણાં પરત અપાશે.
પરિક્ષીતા રાઠોડે કહ્યું કે, પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એકાઉન્ટન્ટ પાસેથી રજિસ્ટર મળ્યા છે વેબસાઇટ અને રજિસ્ટરના આંકડા અલગ છે. તમામ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. ફરાર એજન્ટોને પકડવા માટે કામગીરી ચાલુ છે. ટેકનિકલ સર્વેલન્સથી પણ તપાસ થઇ રહી છે. 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે. અમે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
