તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
સુરત રેલવે સ્ટેશન પર બબાલઃ ટ્રેનના જનરલ કોચનો દરવાજો નહીં ખોલતા પ્રવાસીઓ વિફર્યા :કરી તોડફોડ
એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો: બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી:આ ઘટનામાં 6 લોકોની અટકાયત

સુરત: સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ન ખોલતાં બબાલ મચી ગઈ હતી. આ દરમિયાન એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં 6 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અજમેરથી દાદર (મુંબઇ) જઈ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી ત્યાં તેણે સ્ટોપ કર્યું હતું. આ દરમિયાન ટ્રેનમાં સવાર અમુક મુસાફરોએ જનરલ કોચનો દરવાજો બંધ કરી દીધો હતો. આથી જ્યારે બહારના મુસાફરો પ્રવેશ કરવા ગયા ત્યારે દરવાજો બંધ હોવાથી મુસાફરો વચ્ચે બબાલ મચી ગઈ હતી.
આ દરમિયાન ટ્રેનમાં સવાર એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટના બાદ છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો. આ ઉપરાંત સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી (રહે. જીવનબાગ મુંબઈ) નામના યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટકાયત કરીને સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે યુવકે ટ્રેનના ડબ્બાના દરવાજાને અંદરથી બંધ કરી દીધો હતો. આથી સ્ટેશન પર ઉભેલા મુસાફરોએ ટ્રેનમાં અંદર પ્રવેશવા માટે હોબાળો કર્યો હતો. યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
