<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ભુજના રીંગ રોડ સહિતના રસ્તાઓના રીસરફેસ અને મજબુતીકરણના કુલ ૭ કામો માટે રૂ. ૩૦.૫૦ કરોડ ફાળવવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય : જુઓ સંપૂર્ણં યાદી

ભુજ શહેરના નાગરિકોને સારી સુવિધા તથા શહેરી વાહનવ્યવહારને વધુ લાભ થશે

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજ શહેરના રસ્તાઓના રીસરફેસ અને મજબુતીકરણ માટે ૧૪.૧ કિ.મી. લંબાઈના કુલ ૭ રસ્તાઓના કામો માટે કુલ રૂ. ૩૦.૫૦ કરોડ મંજુર કર્યા છે.

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયના પરિણામે ભુજ શહેરના નાગરિકોને સારી સુવિધા તથા શહેરી વાહનવ્યવહારને વધુ લાભ થશે અને કચ્છના પ્રવાસે આવનારા પ્રવાસીઓને વધુ સુવિધા મળતી થશે.

(9:57 PM IST)