<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ધંધુકાના રાણપુર ફાટક નજીક ડમ્પરની અડફેટે આવેલ યુવાનનુ મોત

મારુતિ કૃરિયર સર્વિસનું કામ કરતા યુવાનનું મોત: શહેરી વિસ્તારોમાં બેફામ દોડતા ડમ્પરો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે ?

ધંધુકાના રાણપુર ફાટક નજીક ડમ્પરની અડફેટે આવેલ યુવાનનુ મોત થયું છે. મારુતિ કૃરિયર સર્વિસનું કામ કરતા યુવાનનું મોત નિપજ્યું છે. શહેરી વિસ્તારમાં પણ બેફામ બનીને ડમ્પરો દોડી રહ્યાં છે જેની સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. અગાઉ થોડા સમય પહેલા ખરડના આશાસ્પદ યુવાનને ડમ્પરે કચડયો હતો.

(9:52 PM IST)